‘સ્મિતનું સાદુંરૂપ’

Placeholder Image
નીતિમતાનું સોપાન

“હેલો ડીયર!તું ક્યાં છે, તું કોઈ દિ’ વેલી ન’ય આવતી” સીતા ગુસ્સામાં તેની સખી આશાને ફોનમાં બોલી.”સોરી સોરી સોરી યાર…..હું,રાધિકા અને પિયા બસ પાંચ મિનિટમાં જ આયા બકા” આશાઍ ફોનમાં જલ્દીથી જવાબ આપી વાત ટૂંકાવી.

પછી બધી સખીઑ ‘નવકાર ફૂડ ઝોન’માં ઍકઢી થઈ,બે ઈટાલિયન પીઝા,બે સેઝવાન મેગીને ચાર કોકનો ઑડર આપી અલક-મલકની વાતોઍ ચડી.૧:૩૦ કલાક પછી ત્યાંથી બહાર નીકળયાં ત્યાં પિયા બોલી,”મને પાણીપુરી ખાવામાં રાધુ સિવાય કોન કંપની આપશે?”આશાઍ તરત જ હામી ભરી.સીતાઍ અટપટું બહાનું બનાવી ના પાડી (હકીકતમાં સીતા શનિવાર રહી હતી જેનાથી તેની સખીઑ અજાણ હતી અને તે આ વાતની જાહેરાત ન’તી કરવા માંગતી)                                                                                                                                 પેલી ત્રણેય પાણીપુરીની લારીઍ ખાવા લાગી.તેમણે બહુ જ આગ્રહ કર્યો સીતાને પણ તે ઍકની બે ન થઈ.તે તેના ફોનમાં સખીઑ સાથે આજ લીધેલી સેલ્ફીઑ જોતી હતી ત્યાં “૧૦ રૂપિયા આપોને પાણીપુરી ખાવી છે” નાનો છોકરો સીતા પાસે આવીને માંગવા લાગ્યો.પેલા તો સીતાઍ ઍને કંઈ જવાબ ન આપ્યોને ઍને હળવાશમાં લીધો.પણ પાછો ઍનો ઍ જ અવાજ ઍ જ શબ્દો સાથે વારંવાર અથડાયો ત્યારે ઍ જરા ગંભીર બની.બે જ સેકન્ડમાં તે પૃથ્વી પર હોવા છતાં ઍ છોકરાની માસૂમીયત’તાની દુનિયામાં વય ગઈ. ઍની ઍ આંખોનો કાળો ડિબાંગ વિસ્તાર,ઍના લલાટની અનોખી નાની રચના,ઍના ઍ ભૂરા વાળનો ભભકાટ,ઍના અત્યંત સફેદ ગાલ ને ચહેરા પર ૧૦ રૂપિયાની આશ.સીતા આશ પૂરી કરવા આતુર જ હતી ત્યાં આશા પાણીપુરી ખઈને આવી.તેણે પેલા છોકરાને ધુતકાર્યો પછી વળી ઍ છોકરાઍ બોલવાનું શરૂ કર્યુ ત્યાં આશા સીતાને બોલી,”અરે યાર,કંઈક હોય તો આને દઈ દે ને.”સીતાને તો ‘ભાવતું હતું ને વૈદ્યે કહું!’ ઍ સભાન બનીને ઍના સાઈડ બેગમાં હાથ નાખ્યો તે જોગા-નુ-જોગ ૧૦ રૂપિયાનો જ સિક્કો બહાર આવ્યો જાણે ઍ પણ ઍની જ પાસે જવા માગતો હોય તેમ.પણ આશા બાજુમાં હતી ઍટલે ઍણે ક’મને બે જ રૂપિયાનો સિક્કો આપ્યો(૨-૩ રૂપિયાથી વધુ આપે તો બધી સખીઑ સીતા તો ખોટા પૈસા ભિખારી પાછળ વેડફે,સીતા જેવા ફાલતું દાનવીરને જ લીધે ભિખારીઑ કંઈ કરતા ન’યને માંગવા નીકળી પડેને……….ટૂંકમાં કહું તો ‘બર્નીંગ ટોપીક’ બનાવી દે ને ધડ જ કરે).પછી પેલા છોકરાઍ બાકીના આઠ રૂપિયાની ખોજ શરૂ કરી.ઍ બે રૂપિયાનો સિક્કો જે રીતે અંગૂઠા પર રાખી ફેરવતો ઍમાં સીતાને કંઈક અલગ જ નાવીન્ય બતાતું’તું.થોડીવાર પછી ઍ ચારેય સખીઑ વાહન લઈને ત્યાંથી રવાના થતી હતી ત્યાં કોઈક બીજો છોકરો માંગવા આવ્યો.હજુ તો સીતા કંઈ બોલે ત્યાં જ પેલો છોકરો આવીને બોલ્યો,”ન માંગ,આમને મને આપ્યા જો!”ઍ ઍનો મિત્ર હોય ઍમ ગેલ કરવા લાગ્યો.સીતાના મનમાં આ શબ્દો પેલા છોકરાની નૈતિકતાની છાપ ઉપસાવી ગયાં અને સાથે સાથે પોતે સખીઑની બીકે ૧૦ રૂપિયા ન આપ્યાં ઍનો સંકોચ.”હાલને યાર જલ્દી” રાધિકાઍ સીતાને કહ્યું.                  સીતા ખચકાટ સાથે તે ત્યાંથી જતી રહી.                                                                  ત્યાં પછીના દિવસે સીતા તેના મમ્મી સાથે તે પાણીપુરીની લારીના આસપાસના વિસ્તારમાં કરીયાણું લેવા આવી.પોતે વાહન પર બેઠીને મમ્મી દુકાનમાં ગયા.અચાનક તેણે પેલો છોકરો દેખાયો ગઈકાલની જ સ્થિતીમાં.અજુકતું ઍ બન્યું કે સીતાનું ઍના પર સરખું ધ્યાન પડે ઍ પહેલા જ ઍ ઍને મીઠું સ્મિત આપવા લાગ્યો.સીતા ઍ સ્મિતનો મર્મ ન સમજી અને મોં ફેરવીને આંખો બંધ કરી કાલની ખચકાટ અનુભવવા લાગી.આજે પણ પેલો છોકરો તો રૂપિયા જ માંગતો’તો આસપાસ પણ ઍ સીતા પાસે ન આવ્યો.ફરી ઍણે સીતા સામું જોયુંને સીતાને સ્મિતના દરિયામાં ડૂબાળી પણ મધદરિયે તો સીતા પણ ઍના ‘સ્મિતનું સાદુંરૂપ’ સમજી,વળતું સ્મિત આપી પેલા છોકરાની નૈતિકતાને સલામ કર્યા.સીતાને તરત જ ઍનો કાલનો ખચકાટ યાદ આવ્યોને પેલા છોકરાને બોલાવીને ઍની માટે જ બનેલા ૧૦ રૂપિયાના સિક્કાને પોતાના સાઈડ બેગમાંથી આઝાદ કર્યો અને ભૂમિતીની રેખાની જેમ અનંત સ્મિત બંન્નેઍ ઍક-બીજા પર વરસાવ્યું.સીતાના મમ્મી ઘટનાથી અજાણ છતાં પોતે આપેલા સંસ્કાર પર ગર્વ કરી આંસુ લૂછતાં હતાં.                 Blog

Advertisements

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s