એક નજર એમની તરફથી …..

પાંચ પૈસા દેવામાં તો હાથ કંજૂસાય છે ને 

      કરન્સી બદલતા જ એમની સાથે સોદાઓ કરાય છે;

સમય પડ્યે પંદર ટકા પણ દેવાય છે ને 
      શિયાળાની રાતોમાં ઉઘાડા સૂતા જોવાય છે 

આમ તો સૂકી રોટલી પણ ગાયને દેવાય છે ને
      ખરખરે પિતૃ-શાંતિ માટે એમની પંગત બેસાડાય છે…. (1)

જાનવર કરતાં પણ બેરહેમીથી વર્તાય છે
ભૂખે મરતાં એમને જોવાય છે;
અંતે તો એમની અંદર પણ જિંદગી સેવાય છે
એ વાત કેમ હંમેશા ભુલાય છે?……. (2)

 બે ઘડી માટે તો દુ:ખ વ્યક્ત કરાય છે 
      પણ એમના અરમાનો માટે એક પૈસાનોય સમય કઢાય છે? 

લખવા બેસતા તો ઘણું લખાય છે 
      પણ આચરણની આ વાત ક્યા અનુસરાયછે? 

વખાણ તો આ લખાણના આરામથી આપશ્રી થી કરાય છે
      પણ માનવતાના આ કદમ માટે ‘અતીફી’ને આશ અપાય છે?!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s