અલગતાની ચુસ્કી

ઇન્દ્રિયોને આજ કંઇક અલગ જ આભાસ મળે છે,

ગાલોને પણ વળાંક લેવાનું આજ કારણ મળે છે,

સૂકાયેલા પાંદડાઓને પણ આજ ભીનાશ અનુભવે છે,

રંગબેરંગી ચકલીઓના પણ સાદ-સરગમ સંભળાય છે;

 

વાદળોની ક્રૃત્તિ આજ અલગ જ ઘાટ ઉપસાવે છે,

વંટોળો પણ પોતા-પણાંનો પાઠ ભણાવે છે,

મલકાટનો ચળકાટ પણ અનોખું જણાવે છે,

આકાશનો અવકાશ પણ એનું મહત્વ સમજાવે છે;

 

આજ ખુદનું જ નગર સ્વર્ગ લાગે છે,

પાડોશીઓ તો પોત કરતા પણ પ્યારા લાગે છે,

દુખતો એ જૂનો ઘાવ આજ એનું સરવૈયું બતાવે છે,

હિસાબમાં થયેલી એ ભૂલની આમનોંધ ભણાવે છે;

 

અલગતાના અનુભવનું કારણ જ અલગ જણાય છે ‘અતીફી’

દુનિયાની કૃષ્ણ-લીલા તો નયનોના ક્ષાર ધોવાથી જ સમજાય છે.

 

 

સમજણની ઘુટડી: અલગતા અને શાંતિના અનુભવ માટે સ્થળ નહિ પરંતુ હૃદયની ભાવના અને આંખોનો મીઠો ઉજાસ વિકસાવવાની જરૂર છે. દિવસ તો બધા સરખા જ હોય છે બસ, ફરક હોય છે માત્ર દ્રષ્ટિકોણનો.

3 Comments

Leave a comment